જગતના મુખ્ય કુલ ૧૨ (બાર) ધર્મો છે. બધા ધર્મોનો અભ્યાસ કરતાં દરેક મનુષ્યે જીવનમાં ૬ (છ) બાબતોનું પાલન કરવું એવું કહ્યું છે. સત્ય, અહંિસા, તપ, દયા, અચૌર્ય અને અપરિગ્રહ. અને ૬ (છ) વસ્તુથી હમેશાં દરેક મનુષ્યે દૂર રહેવું જોઈએ. કામ, ક્રોધ, મદ, લોભ, મોહ અને મત્સર- આ છ વસ્તુ કરવાની નથી. આપણા સૌનું એથી ઊલટું છે. જેથી નથી કરવાનું એ પહેલાં કરીએ છીએ અને જે કરવાનું કહ્યું છે તે કરતા નથી. એટલે પરિણામ પણ ઊલટું સુખને બદલે દુઃખ આવે છે. આ કાળા માથાના માનવી આગળ તો ધર્મગ્રંથો પણ લાચાર. બિચારો માણસ !! જે છ વસ્તુ નથી કરવાની એનો ક્રમ પણ યથાર્થ છે. કામ એટલે ઈચ્છા, વાસના. આ જો ન સંતોષાય તો તુરત ક્રોધ આવે છે અને જો ઈચ્છા સંતોષાય તો અભિમાન આવી જાય છે. ઈચ્છા વારંવાર સંતોષાય તો પછી લોભ લાગે છે, લોભ સંતોષાય એટલે મોહ (માયા) લાગે છે અને છેલ્લે મત્સર એટલે ગુમાન આવી જાય છે - પછી માણસનો સંપૂર્ણ વિનાશ થાય છે. કોઈ પાર્કીંગના સ્થળે એક સાયકલ પડયા પછી ટપોટપ બધી સાઈકલો પડવા લાગે છે એમ માણસનું પતન થાય છે. આજે અહીં આપણે એ છ પૈકી ‘‘ક્રોધ’’ - વિશે વિગતે વાત કરીએ. ક્રોધ એટલે ગુસ્સો. ક્રોધ હંમેશા ઘટના બની જાય પછી પ્રગટ થાય છે. રસોડામાં નવી જ લાગેલી ક્રોકરી ફૂટી જાય પછી જુઓ ! દાળમાં મીઠું વધારે પડ્યું છે. એક સબડકો માર્યો - પછી જુઓ. ક્રોધ મોટા ભાગે ભૂતકાળ આધારિત ઘટના છે. ક્રોધ કરવાથી કોઈને પરમસિદ્ધિ પ્રાપ્ત થયાનું હજુ સુધી તો સાંભળ્યું નથી. કોઈ ઘાસની ગંજીમાં એક તણખો પડતાં જે નાશ થાય છે તેવો નાશ ક્રોધથી માણસની જંિદગીનો થાય છે. જે હમણાં હસતો માણસ રૂપાખો લાગતો હતો તે જ માણસ ક્રોધ કરતાંની સાથે જ શૂપર્ણખા કરતાં ય વધારે કદરૂપો લાગવા માંડે છે. ક્રોધ કરવાથી શું શું થાય છે એની તમને ખબર છે ? માણસનું સ્વરૂપ વિકૃત થાય છે, ચહેરો અને આંખો લાલઘૂમ થતાં જ લોહીનું પરિભ્રમણ વધી જાય છે, બી.પી. વધતાં પાચનક્રિયા નબળી પડવા લાગે છે. ક્રોધ જેની ઉપર કરવામાં આવે છે તેને નુકસાન થાય છે. ઘરમાં નાનું સ્વરૂપ કજિયા-કંકાસમાં ફેરવાઈ જાય છે, ઘરના લોકો તમને ધિક્કારવા લાગે છે, વારંવાર ગુસ્સો થવાથી ગુસ્સો કરનારનો સ્વભાવ અકારણ ચીડિયો થઈ જાય છે. કાર્યક્ષમતા ઘટવા લાગે છે. તમારો વિકાસ અટકી જાય છે, પરાધીનતાની શરૂઆત થઈ જાય છે. શારીરિક માનસિક રોગો ઘેરી વળે છે. જીવનમાંથી ખુશીઓ ચાલી જાય છે જેવાં અનેક માઠાં પરિણામો ભોગવવાં પડે છે - એ છે ક્રોધ. ક્રોધ એટલે મધપૂડા ઉપર પથ્થર મારવો. મધપૂડા ઉપર પથ્થર મારવાથી તરત રીઝલ્ટ મળી જાય છે. ક્રોધ હંમેશા ઉત્પાદક સ્થળે જ ઝાઝું નુકસાન પહોંચાડે છે. માણસ ગુસ્સે થઈને પોતાનાથી ઊતરતી કક્ષાની વ્યક્તિને ચડિયાતી કરી મૂકે છે. આ બઘું જાણ્યા પછી દરેકના મનમાં એક પ્રશ્ન જરૂર થશે. ક્રોઈને કાબૂમાં રાખવાનો કોઈ ઉપાય છે ખરો ? એક ઉપાય નથી, ઘણા ઉપાયો છે. ચાલો, એ પણ જાણી લઈએ. હવે પછી જ્યારે પણ જેવો ગુસ્સો આવે છે તુરત જ એ સ્થળ છોડી દો. જે માટે અને જેની ઉપર ગુસ્સો ચડ્યો હતો તેની ગેરહાજરીથી ગેસ બંધ કરવાથી જેમ દૂધનો ઊભરો શમી જાય છે તેમ ગુસ્સો ઓગળવા લાગશે. ગુસ્સો આવે તો તુરત મૌન ધારણ કરી લો. ગુસ્સા પછી જે વાક્રબાણ અને સામસામા દલીલો થાય છે તે હવનમાં ઘી હોમવાનું કામ કરે છે. સામેની વ્યક્તિ આગ છે તો તમે પાણી બનો. ગુસ્સો આવે તો જે વાત ચાલે છે તે બદલી નાખો - બીજી વાત શરૂ કરો. સૌથી સારો ઉપાય તો એ છે કે ગુસ્સો આવે ત્યારે શાંતિથી બેસી જાવ. આપણા ઈષ્ટદેવતાનું સ્મરણ અને રટણ શરૂ કરી દો. ભગવાનનું શરણ તમને બચાવી લેશે. અગાઉ ગુસ્સો કર્યો હતો ત્યારે દુર્વાસાનું રૂપ ધારણ કરી તમે જે રમખાણ કરી ઘરમાં મોટું નુકસાન કરેલું તે બઘું યાદ કરો. પતિએ પત્ની ઉપર કે પત્નીએ પતિ ઉપર કરેલા ગુસ્સાથી થયેલા અબોલા તોડવા હજાર રૂપિયાની સાડી લાવેલા કે હોટલ-રેસ્ટોરન્ટમાં જવું પડેલું એ બઘુ યાદ કરો. આ બધો પશ્યાતાપ કેટલામાં પડેલો એનું ભાન થતાં જ સ્વીચ ઓફ કરતાં કરંટનો ઝટકો શમી જાય એમ ગુસ્સો વગર ક્રોધ શમી જશે. શું કહ્યું ? સમજદારકો ઈશારા કાફી હૈ !! ગુસ્સો આવે ત્યારે કોઈપણ ઉત્તેજક, માદક પીણાં કે કેફી દ્રવ્યોનું સેવન ના કરો. એકસીલેટર દેતાં જ પૂરપાટ દોડતી ગાડી આપોઆપ ધીમે પડવા લાગે, તેમ ગુસ્સાનો પારો ઊતરવા લાગશે. કોઈ મનગમતો શોખ કે હોબી હોય તેમાં કામ કરવા લાગી જાવ. કેટલીક હદ સુધી તો ધીરજ રાખતાં શીખી જાવ. પત્નીથી કોઈવાર ૧૫૦૦ (પંદરસો) રૂપિયાનું કોઈ કાચનું સાધન પડી જવાથી તૂટી જાય તો તરત રસોડામાં દોડી જાવ. શાંતિથી કહો ઃ શું થયું ? કાચનું મોધું બાઉલ તૂટી ગયું.. ભલે તૂટી ગયું.. તને વાગ્યું તો નથી ને ડાર્લંિગ ? બીજું લાવીશું, શું તારા કરતાં મારા માટે બાઉલ વધારે કંિમતી છે- ગાંડી !! ચાલ, ચાલ, લાવ પેલી સૂપડી ને સાવરણી તુ બેસ ઘડીક વાર અબઘડી ટુકડા ભરી બઘું સાફ હું કરી લઉં છું. ભારતીય સંસ્કૃતિમાં ઉછરેલી અને સારા સંસ્કાર લઈને આવેલી ગૃહિણી શું તમે એમ માનો છો કે એ તમને બઘું સારૂ કરવા દેશે ? એ તરત જ કહેશે ઃ તમે ય શું ગાંડા થયા છો કે શું ? હું હોઉંને મારી હાજરીમાં તમે આ બઘું કરશો ? લાજો હવે લાજો. નથી સારા લાગતા. આઘા ખસો હવે.. લાવો સૂપડીને સાવરણી.. આયા મોટા સારૂ કરવાવાળા આ નજાકતના શબ્દો અને લહેંકો આઘા ખસવાનો બદલે એકમેકના આગોશમાં પતિ-પત્ની ક્યારે લપેટાયાં એની યે ખબર ના પડી. કાચના ટુકડા અગાધ પ્રેમના નિમિત્ત બની ગયા. ફેકેલા પથ્થરમાંથી પગથિયું બની ગયું એ આનું નામ. ચમત્કારો આજે પણ બને છે. પછી એક સંવાદ સંભળાય છે. અઠવાડિયે એકાદ વાર તારે આવું વાસણ ફોડતા રહેવું... જાવ ને હવે તમે ય આવું શું કરો છો એવું કહેતી પ્રેમની મીઠી નજર આગળ આખી સૃષ્ટિની સંપત્તિ ય ઓછી પડે અનુભવ કરવા જેવો ખરો ! ફાયદામાં રહેશો. પતિ-પત્નીના ગુસ્સાની વાત નીકળી છે તો સંત તુકારામના જીવનમાં બનેલો એક સાચો પ્રસંગ લખવાની લાલચ રોકી શકતો નથી. સંત તુકારામ - ભગવાનના માણસ. એ ભલાને ભગવાનનું નામ ભલું ઃ પણ એમની પત્ની બહુ આકરા પાણીએ, બહુ ખતરનાક ભક્તિ તો સારી વસ્તુ છે પણ સાંજ પડે એટલે પેટ તો ભાડું માગે ને ! તુકારામના ઘરમાં રોજ હંલ્લાં કુસ્તી કરે. એક દિવસ પત્નીનો મિજાજ ગયો. પત્નિ તાડૂકી ઃ કહું છું, સાંભળો છો ? આમ બેસી રહેવાથી દહાડો નહિ વળે ! ભજનથી કંઈ પેટ ભરાતું નથી. જાવ - કમાવા જાવ, કંઈક મજુરી કરો... શું કહ્યું ? સંત તુકારામને પણ થયું કે ઘરવાળીની વાત તો વાજબી છે. ચાલો મજૂરીએ. શેરડીની સીઝન ચાલે. ખેતરે ખેતરે શેરડી કપાય. એક શેઠના ખેતરમાં શેરડી કાપવાનું કામ મળી ગયું. શેઠે પણ સંત જાણી મજૂરી કરતાંય વધારે મોટો શેરડીનો ભારો સંતના માથે ચડાવી દીધો. ખુશ થતા સંત ઘર તરફ આવવા રવાના થયા. અહીં ઘેર પત્નીને થયું હાશ આજ તો એ કમાવા ગયા છે આવશે.. લાયસીનાં આંધણ મૂકશું... એય ને ઘણા દિવસે આજે પેટ ભરીને જમીશું. આમ તો એ ય કંઈ એમ સાવ જાવ એવા તો નથી. કહીએ એટલું કરે તો ખરા !! આ તરફ તુકારામ શેરડીનો મોટો ભારો લઈને ઘરના રસ્તા તરફ તો વળ્યા પણ છોકરાંને બહુ મજા પડી ગઈ. સાંઠા ખેંચતા જાયને ખાતા જાય. તુકારામ જુએ પણ આ તો સંત... ‘‘રામકી ચીડિયા રમકા ખેત ખાલો ચીડિયાં ભરભર પેટ’’ જેવી ઘાટ થયો. પતિની રાહ જોઈને ઉભેલી પત્નીએ આ તમાશો જોઈ લીધો. મજૂરીના સાંઠા ખાઈ જાય છે ને કશું બોલતા ય નથી. આવવા દો ઘેર... ખેર નથી, આજે એમની !! તુકારામ પોતાના ઘરના આંગણે પધાર્યા ત્યારે આખા ભારામાંથી ફક્ત એક જ સાંઠો બચેલો તે પત્નીના હાથમાં આપી તુકારામ બોલ્યા કે લે આજની આ કમાણી.. લાપસીનાં આંધણ મૂકવાનાં સપનાં રોળાઈ જતાં લાગતાં પત્ની વીફરી. ચંડિકાનું સ્વરૂપ ધારણ કર્યું. એ જે એક સાંઠો અને તુકારામનો બરડો. દે ધનાધન. મારી મારીને પત્ની ય થાકી ગઈ અને બેસી ગઈ. શેરડીના સાંઠાના ભાગીને બે ટુકડા થઈ ગયા. બરડો પંપાળતાં પંપાળતાં તુકારામ ઊભા થયા. પેલા બે ટુકડા હાથમાં લીધા. પત્ની પાસે જઈ કહેવા લાગ્યા ઃ- મને તો પહેલેથી જ ખબર હતી કે તું એકલી નહીં ખાય.. લે.. આ એક તારો અને આ એક સાંઠાનો ટુકડો મારો. બોલો.. હવે આ માણસને કોણ ગુસ્સે કરી શકે !! પત્નીએ સાંઠો હાથમાં લીધો અને બોલી ઃ નાથ ! મને માફ કરો.. માફ કરો મારી ભલ થઈ ગઈ.. આ શેરડીના સાંઠાની મીઠાશ આગળ તો લાપસીની શી વિસાત !! જીવનમાં મીઠાશ જ માણવી છે ને ? તો આજથી જ ગુસ્સો કરવાનું બંધ.
આના પર સબ્સ્ક્રાઇબ કરો:
પોસ્ટ ટિપ્પણીઓ (Atom)
0 ટિપ્પણી(ઓ):
ટિપ્પણી પોસ્ટ કરો