૧) તમારા મનમાંથી દુર્બળતા 
ની છાપ ભૂસી નાંખો સાથે તમોને એક સફળ વ્યક્તિ તરીકે માનસિક રીતે જુવો. સાફલ્યનું માનસ ચિત્ર સતત નજર સમક્ષ રાખો. નિરાશાને સ્પર્શવા જ ના દો નહીતો પછી મનને જ તેવી ટેવ પડી જશે અને તમો નિષ્ફળ જશો. હું નિષ્ફળ જઈશ તેવો વિચાર જ કરશો નહિ. માનસ ચિત્રની સવિતા વિષે કદી શંકા ન કરો. શંકા સૌથી વધુ ભયાવહ છે. કારણકે મન હંમેશા જે ચિત્ર તેની સામે મુકવા મા આવ્યું હોય છે તે જ ચિત્ર પૂરું કરે છે.તેથી હંમેશા સાફલ્યનું માણસ ચિત્ર દોરો. તે સમયે પરિસ્થિતિ બળે ગમે તેટલી ચિંતા જનક હોય.
૨) તમારી પોતાની શક્તિઓ વિષે જે કઈ નકારાત્મક વિચારો હોય, તેની સામે રચનાત્મક અવાજ કરી તે દૂર કરો.
૩) તમારી પરિકલ્પના સામે અવરોધો નો વિચાર જ ના કરો. દરેક અવરોધો ને ન ગણ્ય માનો .તેનો અભ્યાસ કરી તેને કઈ રીતે પરાસ્ત કરવો તેનો વિચાર કરો.તેને માત્ર તટસ્થ રીતે જુવો. ભય ન આ વિચારો થી તેને મોટો ન બનાવો.
૪) અન્ય વ્યક્તિઓ થી પ્રભાવિત ન થઇ જાઓ. તેમજ તેમની નકલ પણ ન કરો કારણકે તમે જે છો તેવી વ્યક્તિ કોઈ અન્ય બની જ શકે નહિ.તમે પોતેજ તમે છો . ઘણા લોકો બહારથી ગમે તેટલા મજબુત હોય પરંતુ અંદર થી તો ભયભીત જ રહેતા હોય છે. કારણકે તોએઓને પોતાની વિષે જ શંકા હોય છે.
૫) રોજ દસ વખત આ શબ્દોનું રટણ કરો : ઈશ્વર આપણી તરફે હોય તો આપણી સામે કોઈ હોઈ જ કેમ શકે ? હવે તેનું આં ક્ષણ થી જ રટણ કરવાનું શરુ કરી દો.

૬) આમ છતાં કોઈ સમક્ષ સલાહકારની સલાહ લો જે તમોને શું કહ્યું ?કેમ કરવું? અને શા માટે કરવું ? તમને સમજાવે તમારી લઘુતા ગ્રંથી નું મૂળ શોધી કાઢો. તમારી પોતાની ઉપર થતી શંકાનું મૂળ શોધો. ઘણી વખત તે બાળપણ થી જ પ્રવેશી ગયા હોય છે.તેથી આત્મજ્ઞાન પ્રાપ્ત કરો જેથી તેનો ઈલાજ મળી જશે.
૭) દરરોજ ૧૦ વખત આમ રટો ( બને તેટલી મોટેથી) : હું દરેક કાર્ય કરી જ શકીશ કારણકે ઈશ્વર મને બળ આપે છે અત્યાર થી જ આં શબ્દોનું રટણ કરો.
૮)તમારી પોતાની શક્તિઓનું સાચું માપ કાઢો. પછી તે ૧૦% વધારો પણ કડી ઘમંડી ન બનશો. પરંતુ સર્વગ્રાહી સન્માન જરૂર કેળવો.તમારી ઈશ્વરે આપેલી શક્તિ વહેવા દો.
૯) તમોને ઈશ્વરના હાથ મા રહેવા દો કહો કે : હું ઈશ્વર ના હાથમા છું. સાથે એમ માનો કે તમારે જે જોઈએ છીએ તે તમામ શક્તિઓ તમારા હાથ મા છે અને તે અત્યારે તમને મળી રહી છે.
૧૦) યાદ રાખો તમારામા ઈશ્વર બેઠો છે. તેથી કોઈ તમને પરાજીત કરી જ ન શકે. આં ક્ષણમા વિશ્વાસ રાખો.તેના માંથી શક્તિ મેળવો.
- “ ધ પાવર ઓફ પોસીટીવ થીન્કીંગ” માંથી 

જીવન મા આ સિદ્ધાંતો નો એક વાર પ્રયોગ કરી શકાય. અને ઘણી બધી હતાશાઓને દૂર કરી શકાય.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top