બદામ+દૂધનું આ કોમ્બિનેશન છે જબરદસ્ત, જાણો એના દુર્લભ લાભ બદામનું દૂધ તો તમને જરૂર પીધું હશે પણ તેની ઉપર ક્યારેય એટલું ધ્યાન નહીં આપ્યું હોય. મોટાભાગના લોકો બદામનું દૂધ ઠંડીમાં પીવે છે કારણ કે તેઓ એવું માને છે કે તેને પીવાથી ઠંડી ઊડી જાય છે અને શરીરમાં તાકાત આવે છે. તમારું માનવું એકદામ સાચું છે, બદામનું દૂધ આખા શરીર માટે ખૂબ જ સારું હોયછે. જો તમારા બાળકો ઠંડીમાં સ્કૂલ જાય છે તો તેમને ગરમા-ગરમ દૂધ
જરૂર પીવડાવો કારણ તે તેનાથી મગજ તેજ બનશે, આંખોની રોશની વધશે અને શરીરમાં એનર્જી આવશે. બદામનું દૂધ પીવાથી ત્વચા સ્વસ્થ બને છે અને શરીર ચમકદાર બની જાય છે. આવો જાણીએ બદામનું દૂધ પીવાથી શરીરને કયા-કયા લાભ મળે છે. વજન કંટ્રોલ કરોઃ- બદામનું દૂધ તમારું વજન ઓછું કરવામાં સહાયક રહે છે. એક કપ બદામના દૂધમાં 60 કેલોરીઝ હોય છે. તેને રોજ પીવો અને પોતાના વજનને કંટ્રોલમાં થતા જુઓ. દિલ બનાવો મજબૂતઃ બદામ મિલ્કમાં બિલકુલ કોલેસ્ટ્રોલ નથી થતું. તેમાં હેલ્દી ફેટની માત્રા વધુ હોય છે, જેમ કે ઓમેગા ફેટી એસીડ. તે હૃદયને મજબૂતી બનાવવા માટે ખૂબ જ જરૂરી તેલ હોય છે. સાથે જ તેમાં પોટેશિયમ, વિટામીન-ઈ, મેગનીશિયમ ને મોનો સેચુરેટિડ ફેટ પણ જોવા મળે છે. હાડકાં બનાવે છે મજબૂતઃ- આ દૂધ પીવાથી ઘણું જ વિટામીન-ડી મળી જાય છે. જેનાથી હાડકાં કેલ્શિયમને શોખી શકે છે. બદામનું દૂધ પીવાથી આર્થરાઈટિસ અને ઓસ્ટીઓપોરોસિસનો ખતરો ઘટે છે. સાથે જ શરીરની રોગ પ્રતિકારક શક્તિ પણ વધે છે. માંસપેશીઓ મજબૂત બનાવોઃ- ભલે બદામના દૂધમાં વધુ પ્રોટીનની માત્રા ન હોય પરંતુ તેમાં મેગનીશિયમ, કોપર અને રાઈબોફ્લેવિન વગેરે ન્યૂટ્રિશિયન્સ હોય છે જે શરીરને એનર્જી વધારવામાં મદદ કરે છે. ત્વચા બનાવો ચમકદાર અને સ્વસ્થઃ- બદામના દૂધમાં ખૂબ જ મોટી માત્રામાં વિટામીન-ઈ હોય છે જેને પીવાથી તમારી સ્કિન એકદમ ગ્લો કરવા લાગશે. તે ખૂબ જ પારવફુલ ન્યૂટ્રિશિયન હોય છે જે ત્વચાની નમીને ભરે છે અને તેને સ્વસ્થ બનાવે છે. આખ માટે ગુણકારીઃ- બદામ મિલ્કમાં વિટામીન-એ હોય છે જે આંખને સીધી પ્રભાવિત કરે છે. એટલા માટે મિલ્ક ભણતા-ગણતા બાળકોને જરૂર પીવડાવવું જોઈએ.. ઘરડા ન થવું હોય તો બદામ-દૂધ છે ખાસ ખોરાકઃ- ઘરડા ન થવું હોય તો ખાવા જેવી ૧૦ ચીજોઘરડા ન થવું હોય તો ખાવા જેવી ૧૦ ચીજો બદામનું વિટામિન ઈ અલ્ટ્રાવાયોલેટ કિરણોથી તેમ જ પ્રદૂષણને કારણે થતા ડૅમેજથી બચાવે છે. અઠવાડિયે એકાદ વાર બદામના તેલથી માલિશ પણ તમને સદા જુવાન રાખશે. સાથે જ દૂધ અને બદામ રોજ પીવાથી પણ શક્તિ કાયમ માટે ટકી રહે છે. મિત્રો શેર જરૂર કરજો

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top