પ્લે ગ્રાઉન્ડ ના નાના વૈજ્ઞાનિકો એ કર્યું કચરા માં થી કંચન.
એક વખત વિદ્યાર્થી ઓ રમતા હતા અને ત્યાં તેમને એક બાજુ થોડા થર્મોકોલ રખડતા જોયા. એમને તેને સાઈડ કરવાનું વિચાર્યું જેથી રમવામાં ખલેલ ના પડે. પણ વાત વાત માં પ્રશ્નાર્થ કરતા પ્લે ગ્રાઉન્ડના પ્લેયરો અમારી પાસે થર્મોકોલ લઈને આવ્યા અને પૂછ્યું કે સર આનું શું કરી શકીએ ? આમાંથી શું નવું બનાવી શકીએ ? ?
પછી તો થવાનું શું હોય...       લાગ્યા બધા વિચારે...
ત્યાં જ અમારામાં થી સાહેબ બોલ્યા કે થર્મોકોલ પેટ્રોલ માં ઓગળી જાય. તો બધા પ્લેયરો બોલ્યા કે ચાલો કરીએ પ્રયોગ. તો બધા પ્રયોગ કરવા બેઠા તો બધા આશ્ચર્ય માં પડી ગયા..થર્મોકોલ તો ઝડપથી પેટ્રોલ માં ઓગળવા લાગ્યો. પછી તેને હલાવતા ગયા તો તે એકદમ ચીકણું ગુંદર જેવું બનવા લાગ્યું. એક પ્લેયર બોલ્યો, સર આપણે આને ગુંદર તરીકે ઉપયોગ કરી શકીએ ક નહિ ?? તો બીજો બોલ્યો કે ચાલો કરીએ ટેસ્ટ ! પછીતો ટેસ્ટ કરતા ખબર પડી કે આ તો ફેવિકોલ ના મજબુત જોડ ની જેમ એકદમ સરસ ચોટાડી દે છે.
તો આવી રીતે પ્લે ગ્રાઉન્ડના પ્લેયરોએ રસ્તા પર કચરામાં રખડતા થર્મોકોલ માં થી ગુંદર નો આવિષ્કાર કર્યો.

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top