૧૫ ઓગષ્ટ ૧૯૪૭ ના રોજ અંગ્રેજોની ચુંગાલમાંથી ભારત દેશ મુક્ત થયો હતો અને 
દેશવાસીઓને આઝાદી મળી હતી. પરંતુ જુનાગઢને આ દિવસે આઝાદી મળી નહોતી.
અહિના નવાબે અવળચંડાઇ કરીને જુનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની જાહેરાત કરી
જુનાગઢવાસીઓના જીવ અધ્ધર કરી દિધા હતા.
આ પછી અહિ આરઝી હહુમતની સ્થાપના કરી કાયદેસર નવાબ સામે જુનાગઢવાસીઓએ
લડાઇ શરૂ કરી દિધી અને સ્વાતંત્ર્યસેનાનીઓ સહિતના જુનાગઢવાસીઓના યોગદળના
પરિણામે તા.૯/૧૧/૧૯૪૭ એટલે કે દેશની આઝાદી પછી ત્રણ મહિના અને પચ્ચીસ
દિવસ પુરા ૧૧૫ દિવસ પછી આરઝી હકુમત લડાઇ જીતી ગઇ અને ૮ નવેમ્બર ૧૯૪૭
ના રાતના બાર વાગ્યે દિવાન ભુત્તો કરાચી ભાગી ગયા અને જુનાગઢને આઝાદ જાહેર
કરાયુ હતુ.
આમ તા ૯/૧૧ ને જુનાગઢનો આઝાદી દિવસ તરીકે ઉજવવામાં આવે છે.આરઝી હકુમતના
વિજયસ્તંભ્ના (બહાઉદ્દીન કોલેજ) પુજન કરવામાં આવે છે.મહાનગર પાલિકા વિવિધ કાર્યક્રમો
યોજી ગામવાસીઓમા ઉત્સાહ પ્રેરે છે.જુનાગઢવાસીઓ પણ જબરા ઉત્સાહમાં હોય છે.
જય જુનાગઢ...જય જય ગરવી ગુજરાત..જય ભારત

0 ટિપ્પણી(ઓ):

ટિપ્પણી પોસ્ટ કરો

 
મારું કામ ગમતું કામ © 2013. All Rights Reserved. Powered by Blogger Shared by Themes24x7
Top